Saturday, February 26, 2022

શુભેચ્છા અમદાવાદ

ભીલ ની આશાએ કર્ણાવતી આજે અમદાવાદ બન્યું હતું...  
રાયપુર ખાડિયા ની પોળો 80 કિલોમીટર ના ઘેરાવા માં ફ્લેટો ની ઊભી પોળો માં વસ્યું.  
શુભેચ્છા તો ઘણાં ની હોય જ પણ સાક્ષર પ્રેમ કોઈનો જ હોય..  
અમે અમદાવાદી જ,  
રિક્ષા ની સાઈડ પગે માપતા એક્સીડન્ટ બચાવતા  
હોન્ડા ની led ડિજિટલ લેમ્પ ની ગાડી ઓ વસવતા...  
ઓસવાલ પણ માણેકચોક થી થલતેજ આવ્યું  
અમે પણ ગુરુકુલ પાસે ચેતના નું ફર સાણ પામ્યા..  
જુઓ ને કાંકરિયા ફૂલ્યું ફાલ્યું પણ સાબરમતી તો અમદાવાદ થી મોટી જ રહી.. બિચારી સંકોચાઈ પણ તોય ખાડી ને તો સહ જળ સેંજળ યુક્ત મળી... મીઠી રહી..  
આજે વર્ષ ગાંઠ ની વાતે દામ્પત્ય મા સજોડે સાક્ષર પ્રેમ નિભાવ્યા માટે પણ અમદાવાદ જ નિમિત્ત બન્યું.  
સાયકલ, સ્કુટર, રિક્ષા, ગાડી, બસ અને હવે નવો શબ્દ બેટરી સંચાલિત જોડાયું.  
નવું અમદાવાદ મેટ્રો રેલવે નું સાક્ષી બન્યું.  
આજે કોઈ અહમદ શાહ બાર તો શું એક પણ દરવાજો નથી બનાવતો.. બાર થી સંતોષી છીએ...  
અમે દ્વારકા, સોમનાથ, પોઇચા, કરછ, ગીર અભ્યારણ, લિબર્ટી થકી યુનિટી માટે ઘણું સેવીએ છીએ...  
જુઓ પણ અમે, લોખંડ ના સ્ટેચ્યુ વાળા પટેલ ને લઈને ભારત સરકાર ને કમાણી પણ કરાવિયે છીએ...અને ટેક્સ સાથે ટેકનોલજીના પણ હિમાયતી રહીએ છીએ..  
શુભેચ્છા અમદાવાદ  
જય ગુરુદેવ દત્તાત્રેય  
જય હિંદ  
જીગર ગૌરાંગ ભાઈ મહેતા  


રાયપુર ખાડિયાની પોળોમાં વસેલું અમદાવાદ  
આજે ઉભી પોળોના જંગલમાં વહેચાયું..  
કાલુપુર મંદિર થી લઇ અક્ષરધામ સુધી પ્રસરી  
વસ્ત્રાલ થી લઇ વસ્ત્રાપુર સુધી ખેંચાયું..  
લકી ની ચા અને મસ્કાબન થી લઇ ...  
અર્બન ચોક અને વિશાલા સુધી ફેલાયું..  
નદીની રેતમાં રમતું આ નગર અમદાવાદ iphone અને કેન્ડી ક્રશ રમતું થ્યું...  
જન્મદિન શુભેચ્છા... અમદાવાદ  
વૈભવી...

શબ્દ રમત રમણે ની રમુજ

મૂળ પ્રાર્થના असतो मा सदगमय ॥  तमसो मा ज्योतिर्गमय ॥  मृत्योर्मामृतम् गमय ॥ સામાન્ય મજાક અન્ન એવો ઓડકાર ખરો, પણ .. દરેક મનુષ્યને પોતાની જ વા...