આપણે અણું. પરમાણુ, ક્વાર્ક સુધી પહોંચ્યાં છીએ. બધા જ પદાર્થ કરો ક્વાર્કના બનેલા છે અને કવાર્ક પણ ત્રણ પ્રકારના આવે છે : લાલ, લીલા અને વાદળી. વળી પ્રત્યેક ક્વાર્ક અર્કનો વિરોધી ક્યાક પણ હોય છે. આમ ક્વાર્ક અને એન્ટિ-કવાર્કના કોમ્બિનેશનથી જ જુદા જુદા પદાર્થના કણો અસ્તિત્વમાં આવે છે. ત્રણેય રંગના કવાર્ક મળે ત્યારે એક સ્થિર કણ બને તેને બેરેયન કહેવાય. બૃહદ કક્ષાએ આકાશી પદાર્થ ન્યૂટન થિઅરી કે ક્લાસિકલ થિઅરીના ભૌતિક નિયમોનું પાલન કરે છે, પરંતુ સૂક્ષ્મ કક્ષાએ પદાર્થ કણોનું વર્તન ક્લાસિકલ થિઅરીના ભૌતિક નિયમોનું પાલન કરતું નથી એવું પ્રયોગોમાં જણાયું.
... જો તને સાદી ભાષામાં સમજાવવું હોય તો એમ કહી શકાય કે હાલના ભૌતિકવિજ્ઞાનમાં બટાકા અને
એનાથી મોટા શાક માટે પણ ક્લાસિકલ થિઅરીના નિયમો છે અને રાઈ જેવા નાના પદાર્થ માટે ક્વૉન્ટમ વિજ્ઞાનના નિયમો છે!
જો બેઝિકથી શરૂ કરું ક્વોન્ટમ વિજ્ઞાન કહે છે કે બે પાર્ટિકલ કેટલાય પ્રકાશવર્ષ દૂર હોય તો પણ તેમની વચ્ચે કનેકશન છે તે કનેકશન ગુરુત્વાકર્ષણ નથી. વિજ્ઞાનીઓ તેને ‘તે જે છે, તે એવું કહે છે અને તારા જેવા વિજ્ઞાનીઓએ શોધી રહ્યા છે. બરાબર? જીવવિજ્ઞાનમાં પણ અત્યાર સુધીની ઉત્ક્રાંતિની બધી થિઅરીઓ જાતિ-પ્રજાતિઓના ઉત્ક્રાંતિ અંગે વાત કરે છે. ડૉ. હર્બર્ટે ઘણા પ્રયોગો કરીને ક્રાંતિકારી થિઅરી અને સાબિતી આપીને “ર્મોફોજિનેટિક ફિલ્ડ'ની શોધ કરી છે. એમણે પ્રયોગ દ્વારા સાબિત કર્યું કે જો ઉંદરની એક જાતિને કોઈ એક કૌશલ (Skill) શીખવવામાં આવે તો બીજા ઉંદરો, જે આ કળા શીખ્યા નથી તેમને આ કૌશલ શીખતાં ઓછો સમય લાગે છે. આ ઉંદરની ત્યાર પછીની પેઢીને આ કળા શીખતાં એથી પણ ઓછો સમય લાગે છે. એટલું જ નહીં લાંબા અને નોંધપાત્ર ભૌગોલિક અંતરે આવેલા ઉંદરો પણ એ કળાને શીખવામાં ઓછો સમય લે છે. આથી એમણે એવી દરખાસ્ત મૂકી કે કદાચ તેઓ એક અદશ્ય ફિલ્ડ, જેને તેમણે “મોર્ફોજિનેટિક ફિલ્ડ’ નામ આપ્યું. દ્વારા પ્રત્યાયન કરી શકતા હોય. તેઓ અત્યારે આ જ ક્ષેત્ર
પર સંશોધન કરી રહ્યા છે
ઓસ્ટ્રિયાના વિજ્ઞાનિઓએ ૧૯૯૯માં કરેલા ડબલ સ્લીટના પ્રયોગ ભૌતિક ક્ષેત્રે બધી થિઅરી પર પ્રશ્નાર્થ ચિહ્ન લગાવી દીધું. ભૌતિકશાસ્ત્ર બે વિભાગમાં વહેંચાઈ ગયું. મોટા જથ્થા કે દળ ધરાવતા પદાર્થ માટે ક્લાસિકલ થિઅરી અને સૂક્ષ્મ કક્ષાએ ક્વૉન્ટમ થિઅરી એવું અત્યારે ચાલી રહ્યું છે.
દા ત. સમજાવેલું કે બટાકા માટે એક નિયમ અને રાઈના દાણા માટે બીજો નિયમ...
પણ નિયમ માટે ડબલ સ્વીટના પ્રયોગે એક બીજી બહુ મોટી સમસ્યા ઊભી કરી. તે એ કે વિજ્ઞાનની શોધની પ્રક્રિયા પર જ પણ પ્રશ્નાર્થ ચિહ્ન લગાવી દીધું.
મૉડલ - ડિપેન્ડન્ટ – રીઆલિઝમ પડી ભાંગ્યું.
આ પ્રયોગે એવું સાબિત કરી દીધું કે ક્વૉન્ટમ કક્ષાએ પદાર્થના કણ નિર્જીવ નથી પણ વિચારે છે. સૂક્ષ્મકણો જેવા કે ક્લાર્ક, બેસોન, મેસોનનું વર્તન કોઈ ગુહ્ય નિયમોનું પાલન કરે છે. ગજબ છે ને ભાઈ!
ક્લાસિકલ થિઅરી અને મૉડલ – ડિપેન્ડન્ટ – રીયાલિઝમ પ્રમાણે કોઈ પણ ઘટનાનું અવલોકન” તે ઘટના પર અસર કરતું નથી.
આ નિયમ ડબલ સ્વીટના પ્રયોગે ખોટો સાબિત કરી દીધો.
દાખલા તરીકે આપણે એક સફરજનનું અવલોકન કરીએ છીએ. તેનો આકાર, તેનું વજન, તેનો રંગ વગેરે વગેરે. આપણા અવલોકનની અસર એના ઉપર પડતી નથી. સીધી વાતે આપણો રોજબરોજનો અનુભવ એમ જ છે...
... વિજ્ઞાનીઓ અચાંબામાં પડી ગયા. ક્વૉન્ટમ કક્ષાએ આવો રોજબરોજનો અનુભવ કામ લાગતો નથી.
... કવાન્ટમ કક્ષાએ જ્યારે કોઈ સૂક્ષ્મકણનું અવલોકન કરવામાં આવે ત્યારે આપણા અવલોકનની અસર પડે છે. આ વાત વિચિત્ર લાગે છે પણ સત્ય છે. ડબલ સ્લીટ પ્રયોગ દ્વારા સિદ્ધ કરેલી અને વિજ્ઞાનીઓએ સ્વીકારેલી વાત છે. સૂક્ષ્મ કક્ષાએ, ક્વૉન્ટમ કક્ષાએ ઘટના-અવલોકન અને અવલોકનકાર અલગ રહેતાં નથી. સફરજનના અવલોકનની અસર સફરજન ઉપર પણ પડે છે. અમે વિજ્ઞાનીઓ આ રહસ્યને સમજવાની કોશિશ કરી રહ્યા છીએ. જેમ જેમ આવા પ્રયોગો થતા રહે છે તેમ તેમ ભૌતિકક્ષેત્ર રહસ્યવાદ અને અધ્યાત્મની નજીક પહોંચતું જાય છે.
હવે ભૌતિક ક્ષેત્રે એક કટોકટી આવી છે.
માંડ્યુક્ત ઉપનિષદ અનુસાર ચેતનાની ચાર અવસ્થાઓ છે :
1. જાગ્રત અવસ્થા, 2. સ્વપન અવસ્થા,
3. સુષુપ્ત અવસ્થા, 4. તુરિય અવસ્થા.
જ્યારે નિત્ય, શુદ્ધ, બુદ્ધમુક્ત સચ્ચિદાનંદ ‘આત્મા’ સ્થુલ શરીર સાથે તાદામ્ય સાધે છે ત્યારે તે ચેતનાની 'જાગ્રત અવસ્થા છે.
જ્યારે ‘આત્મા’ સૂક્ષ્મ શરીર સાથે તાદામ્ય સાધે છે ત્યારે તે ચેતનાની ‘સ્વપ્ન અવસ્થા’ છે.
જ્યારે ‘આત્મા’ કારણ શરીર સાથે ગાઢ સ્વપ્નવિહિન નિંદ્રામાં તાદામ્ય સાધે છે, ત્યારે તે ચેતનાની ‘સુષુપ્તિ અવસ્થા’ છે.
જ્યારે 'આત્મા’ આ ત્રણેય શરીરથી ભિન્ન પોતાની મૂલ સત્તારૂપે હોય છે, ત્યારે તે ચેતનાની ‘તુરિય અવસ્થા’ છે.
તુરીય અવસ્થા શું છે ?
* જાગ્રત,સપ્ન અને સુષુપ્તિ પછીની અથવા આ ત્રણેયને જોનારી જે ચોથી અવસ્થા છે તેને તુરીય અવસ્થા કહે છે.
* તે પરમશાંતીની અવસ્થા છે અને તેમાં જાગૃતિ હોય છે. એટલે કે શરીર અને મન સુતા હોય પણ ચૈતન્ય તત્વની જાગૃતિ.
* નિદ્રા જેવી જ ગાઢ શાંતિ છત સંપુર્ણ જાગ્રત સ્થિતિ અથવા વ્યક્તિ બહારથી સુતેલી દેખાય પણ અંદરથી બરાબર જાગત.
* કર્તા-ભોકતાનો ભાવ નહીં,માત્ર દષ્ટાની સ્થિતિ.
* સતત ઉજાસ
* માત્ર પોતાના પર જ ધ્યાન ,જે જાગ્રત,સ્વપ્ન અને સુષુપ્તિ એ ત્રણેય અવસ્થામાં શક્ય બનતું નથી.
* બહારના જગતમાં બનવાનું હોય તે ભલે બનેઃ આંતરિક જગતમાં નિત્ય ઉધાડ છે અને તેમાં સ્થિર થઈ જાય છે તે જાગ્રત,સ્વપ્ન અને સુષુપ્તિમાં પણ તુરિય (ચૌથી)અવસ્થામાં જ હોય છે.
તુરિય અવસ્થામાં શબ્દ ની સમઝ જરૂરી છે
તુરિય મતલબ ઉત રિય અથવા તઉરઇય
ઘણાને ઘટોતકચ નામ યસદ હશે... જેની સંધિ
ઘટ ઉત કચ
ઉત મતલબ ઉંચે ચડતી, ઉપર તરફ આકાશ તરફ જતી
રિય મતલબ વેલ્થ મતલબ ચૈતસિક અને માનસિક શક્તિ સાથે...
પરમ ધીશણી ના સામીપ્ય મા સજીવ ની ઉપર તરફ ગતિ કરતી ચૈતસિક અને માનસિક વિકાસ સાથે ની દશા અથવા અવસ્થા... તુરિય અવસ્થા...
નવ માસ ના ગર્ભમાં થઈ બહાર નીકળતા જુના સ્પંદન ભૂલી નવા જન્મ સંસ્કાર માટેની અવસ્થા, ખ્રિસ્તી બાપ્તિઝમ, હિન્દૂ ચૌલકર્મ... એટલું વાહવારીક નથી પણ સમજાવવા માટે લખ્યું કે જેમાં બાળક ને ગુણ સંસ્કાર અપાય છે...
થોડી સરળ સમજૂતી કવાંતમ વિજ્ઞાન ના અનુસંધાન મા
Singularity
આઇનસ્ટાઇને આપેલી જનરલ રિલેટિવિટીની થિઅરી એક એવા સમયબિંદુની આગાહી કરે છે કે જે સમયે બ્રહ્માંડનું તાપમાન, ઘનતા અને વક્રતા અનંત હતી. બ્રહ્માંડના ઉત્પત્તિ સમયની આ સ્થિતિને ‘Singularity
કહે છે. આમ, Singularity એટલે સમય અને અવકાશનું એવું મિલનબિંદુ, જ્યાં ભૌતિક જથ્થો અમાપ, અનંત થઈ જાય છે.
CMBR : Cosmic Microwave Background Radiation
બ્રહ્માંડના અત્યંત ગરમ વિસ્ફોટને કારણે બચેલો કિરણોત્સર્ગ. આપણા માઇક્રોવેવ ઓવનમાં જે કિરણો વપરાય છે તે જ કિરણો સમગ્ર બ્રહ્માંડમાં આજે પણ છે. CMBRને કારણે બિગ બેંગ થિઅરીને સમર્થન મળે છે. આ કિરણોત્સર્ગની શોધ બૅલ લેબોરેટરીના વિજ્ઞાનીઓએ આકસ્મિક રીતે જ કરેલી. આપણે ટી.વી. ચાલુ કરીએ ત્યારે સ્ક્રીનમાં દેખાતા મમરા કે બરફના કણો જેવું જે દેખાય છે તે આ CMBRને કારણે છે.
ગોલ્ડિલોક ઝોન : Goldilock Zone
બ્રહ્માંડમાં આવેલાં તારામંડળોમાં એવો વિસ્તાર જ્યાં જીવસૃષ્ટિનો ઉદ્ભવ શક્ય હોય. આ વિસ્તારનું તાપમાન એવું હોય, જ્યાં પાણી પ્રવાહી સ્વરૂપે રહી શકે. સપ્રમાણ તાપમાન ઉપરાંત બીજી અનેક જરૂરિયાતો પણ સપ્રમાણ હોય જેથી જીવસૃષ્ટિ સંભવિત હોય તેવા વિસ્તારને, ‘ગોલ્ડિલોક ઝોન', કહે છે અને લીલારંગથી દર્શાવવામાં આવે છે. આપણી સૂર્યમાળામાં આવો એક નાનકડો પટ્ટો (Goldilock Zone) અને સૂર્યમાળામાં ફક્ત પૃથ્વી જ આ ઝોનમાં છે, એટલે જ પૃથ્વી પર આટલી વિવિધ જીવસૃષ્ટિ શક્ય છે. વળી સમગ્ર બ્રહ્માંડમાં આવા બીજા ગોલ્ડિલોક ઝોન પણ છે!
મૂળકણો : ક્વાર્ક (Quark), બેરિયોન, (Baryon), મેસોન Meson):
'ઓગણીસમી સદીનાં પાછલાં વર્ષોમાં મૂળકણો અને તેનાં ભૌતિક વિજ્ઞાનની ઉત્ક્રાંતિ કે વિકાસ થાય તેવી મહત્ત્વની શોધો થઈ. તેમાં સૌથી અગત્યની શોધ તે ક્ષ-કિરણોની, રેડિયો એક્ટિવિટી અને ઇલેક્ટ્રોનની. આ શોધો આધુનિક ભૌતિક વિજ્ઞાન તરફ દોરી ગઈ અને પરમાણુના આધુનિક બંધારણને સમજવામાં અને અનેક અવપરમાણવીય સબ-એટોમિક) કણોને ખોળી કાઢવા માટે સહાયરૂપ બની. ઈ.સ. ૧૯૬૬૫ના સમયગાળામાં મૂળકણોનું સંશોધન કાર્ય એવે તબક્કે પહોંચ્યું કે કોઈક એને એક અજનબી પ્રાણીસંગ્રહાલય સાથે સરખાવી શકે. આ સમય સુધીમાં એકસાથે પણ વધુ મૂળકણો શોધાયા હતાં. તેમના ભાત ભાતના વિશિષ્ટ ગુણધર્મો એટલા વિચિત્ર લાગતા હતા કે દરેકનું અલગ અલગ વર્ણન કર્યા સિવાય છૂટકો ન હતો, પરંતુ હવે વ્યવસ્થિત ગોઠવણી શક્ય બની છે.
બ્રહ્માંડના બધાય પદાર્થોની રચના ફક્ત છ ક્વાર્ક (Quarks) અને છ લેપ્ટોન(Leptons) કણોમાંથી જ થઈ છે તે સર્વ સ્વીકાર્ય છે.
કવાર્ક કણો અને તેના અંગેના સિદ્ધાંત શોધવાનો યશ ભૌતિકશાસ્ત્રી મુરે ગેલમન (Murray Gell-marm)ને મળે છે.
આજે છ ક્વાર્ક કણો શોધાયેલા છે.
આ મૂળકણો. એકાકી સ્વરૂપે ન દેખાતાં હોવા છતાં ભૌતિક વિજ્ઞાનમાં ખૂબ અગત્યના કણો છે.
દરેક પ્રોટોન અને ન્યૂટ્રોનમાં ત્રણ-ત્રણ ક્વાર્ક આવેલા છે.
શિવ મહા પુરાણ મા પણ કાર્તિકેય સ્વામી ને અગ્નિ સંભાળી ન શકતા હોવાથી હાથમાંથી અંદ પડી જતા કૃતિકા ઓ ને છો વિવિધ રૂપે મળે છે એવું કહેલ છે જ...
કૃતિકા ઓ એ કર્તિકેય ઉછેર્યો અને યોગ્ય સમય આવ્યો ત્યારેજ ગુણ પરવર્ધન વિવર્ધન થકી મહાદેવ ના પુત્ર ને લોકોને યાદ કરાવી તાળક અસુર સંહારવા દેવો નો સેના નાયક બનાવ્યો...
આજ તુરિય અવસ્થામાં ની યાદ કહી શકાય... આવુજ હનુમાન જે પવન પુત્ર છે તેને જામ્બવાને યાદ શક્તિઓ ની આપી 400 જોજન સમુદ્ર કુદાવ્યો...
આપણ તુરિય અવસ્થા ની યાદ અને પ્રસંગ કહી શકાય
બેરિયન (Baryon) :
મૂળકણોનો એક વધુ ગુણધર્મ છે “કોણીય વેગમાન”. મૂળકણોનાં કોણીય વેગમાન પ્રમાણે બે વર્ગ બને છે. પ્રોટોન જેવાં અર્ધાંક કોણીય વેગમાનવાળા કણો એટલે કે ફર્મીકણોને બેરિયન કહેવામાં આવે છે.
ત્રણેય રંગના ક્વારકથી બનતો સ્થિર કણ એટલે બેરિયન.
જે હેડ્રોન કણોનાં કોણીય વેગમાન પૂર્ણાંક હોય તેને મેસોન (Meson) કહેવામાં આવે છે. ક્લાર્ક અને એન્ટીક્લાર્કના જોડાણથી બનતો અસ્થિર કણ એટલે મેસોન.
મૂળ કણોમાં ત્રણ ગુણધર્મ રહેલા છે. પ્રથમ અગત્યનો ગુણધર્મ તે તેમનું દ્રવ્યમાન એટલે કે દળ.
બીજો મહત્ત્વનો ગુણધર્મ તે તેનાં પરનો વિદ્યુતભાર.
ત્રીજો મહત્ત્વનો ગુણધર્મ તે તેનું દેખીતું આંતરિક કોણીય વેગમાન.
આ દેખીતું શબ્દપ્રયોગ એટલા માટે કે આ મૂળકણો લગભગ બિંદુ જેવા જ, લગભગ શૂન્ય કદનાં હોય છે. તેને કોણીય વેગમાન કેવી રીતે હોય, એ માત્ર કલ્પનાતીત છે. આ મૂળ કણો એવી રીતે વરસે છે કે જાણે કે એને કોણીય ગતિ અને કોણીય વેગમાન હોય. આ વેગમાન. બહારના કોઈ બળથી ઉત્પન્ન થતું નથી પણ મૂળકણના બંધારણનો જ ભાગ છે એટલે કે એની અંતર્ગત ખાસિયત છે, એટલે જ આંતરિક છે મૂળ કણોના ક્વૉન્ટમવિશ્વમાં ભૌતિક વિજ્ઞાનની ઘણી બધી રૂઢ માન્યતાઓ અને કલ્પનાઓ તૂટી પડે છે. આ સૂક્ષ્મ અને સૂક્ષ્માતીત અવસ્થા, પરિસ્થિતિ અને વિવિધતાને કારણે ભૌતિકશાસ્ત્ર, તેના નિયમો અને ભાષા અસંબદ્ધ બની જાય છે.
ચિરપ્રતિષ્ઠિત (ક્લાસિકલ) ભૌતિકશાસ્ત્રના નિયમો આ ક્વૉન્ટમ જગતમાં કામ લાગતા નથી. આ ક્વૉન્ટમ જગત માટે નવું જ ભૌતિકશાસ્ત્ર રચવામાં આવ્યું છે, જેમાં સાપેક્ષવાદ અને ક્વૉન્ટમવાદ મહત્ત્વનો ભાગ ભજવે છે.
ક્વોન્ટમવાદે ભૌતિકશાસ્ત્રમાં એક નવી ક્રાન્તિ આણી છે અને નવા પડકારો પણ સર્જ્યા છે.
ક્વોન્ટમ તમને ફોટોન, મેસોન, બેસોન, કણો ની માહિતી આપે છે પણ મૂળે કોસ્મોલોજી ભુલાય તેવી નથી...
Orion મા 3 તારા અંદર છે તો સપ્તર્ષિ મા ત્રણ તારા બહાર...
સત્વ ગુણન ભેગા કરી, કર્મ ઉત્થાન કરી જીષ્ણુ ને ખ્યાતનામ બનાવની પેરવી મતલબ ક્વોન્ટમ વિજ્ઞાન...
તુરિય અવસ્થા ઓળખો તો અને તોજ સમઝ ના જ્ઞાન થી એક માંથી બીજાને અલગ ગુણ દર્શન થી વિખુટા કરી શકો... અને નવો singularity code લાઇ શકો...
સત અસત પુસ્તક માંથી રેફરન્સ લઈ લહિયા ની યાદ વહાવી ચિદાકાશ ના ચંદરવા સાંભર્યા...
જય ગુરુદેવ દત્તાત્રેય
જય હિન્દ
જીગરમ જૈગીષ્ય
જીગરમ મતલબ પિતા (ગૌરાંગભાઈ)નો પુત્ર
જૈગીષ્ય મતલબ માતા (જિગીષાબેન) નો પુત્ર
આલંબયાન (અપભ્રંશ આલુભાણ/ આલુભાન મહેતા)
No comments:
Post a Comment