મિત્ર મળ્યો. કાંઈના કીધું એણે મને.
મેં એને કીધું ... ચિંગમ ચાવજે.
એ કેટલું અનુસર્યો... મને નહતી ખબર...
પણ હું નારાયણ ને સત્ય ગણી ચિંગમ ખરીદી ચાવતો રહ્યો.
જાણી ને આનંદ થયો કે પચાસ પૈસા મા ચિંગમ મળે છે.
નવા ભારતની સૌથી મુખ્ય વાત કુદરતે કરી ... મને વાચા આપી, મિત્ર ની જાણ બહાર મારું જ મોં... અને એની અંદર ની બત્રીસી સિંહાસન જેવી મજબૂત કરી...
સલાહ આપતા મને સહેજ વિક્ષિપ્ત બુદ્ધિ નો છમકલું લાગતું વિધાન ચમકારો હતો, તે જાણીને થયો... ભારત ના ન્યૂનતમ ચલણ ની નજાકત થી બત્રીસી મજબૂત કરી શકાય છે.
મિત્ર ને શોધતા મને મારી જાતનો પરચો મલ્યો...
આજના જમાના મા જ્યાં પૈસા મા કશું નથી મળતું એવી મારી ભ્રમણા તૂટી.
" હું કોણ છું ?" એ પ્રશ્ન ને પૂર્ણ વાક્યમા ફેરવવાની તાકાત ધરાવનાર વ્યક્તિ.
ભારતની ભૂમિ પરનો, ભારતની પ્રગતિ ના સોપાન નો "હું એક કૉણ (ખૂણો) છું.."
જય ગુરુદેવ દત્તાત્રેય
જય હિન્દ
જીગરમ જૈગિષ્ય જીગર:
No comments:
Post a Comment