Tuesday, January 26, 2021

Saamved introduction

Jaimini Rushi got saamved by vyasji

Word jaimini has big meaning...

It is available with Aishwarya Jai

Mini is belong to Muni 

Muni means the Rushi trying to getting self as mantradrashtaa.. without any wish

Mini has meaning with (sanskrut e) E MEANS wishes related alphabet as per Agni puran ekakshar kosh

We can consider Mann or mind with wish 

The whole thing are now consider as 

Our minds Aishwarya means wealth is available with in SUCH position...

Saamved has SAAM Gaan means songs but it's related to kind of Ghana paath system... And basically it's useful for informing other as 

A HUA AAAAaaa...A

Two types of SAAM Gaan

1 Preachya SAAMgaa:
2 Udichya SAAMgaa:

Patanjali said for SAAM Gaan that 
SAHASTRAVATARMa SAAM ved...
સહસ્ત્રવતર્મ    સાહસ્તરવતર્મઅ સામવેદ ( ત અડધા ની ભેગી જોડણી મ સાથે)

સામવેદની સંહિતાનું સ્વરૂપ શું છે ? સામવેદની સંહિતામાં અર્થાતુ મંત્રભાગમાં આરચીક અને ગાન છે. આરચીકમા (જોડણી મા ર અને ચ ભેગા છે)  પણ બે ભાગ છે – પૂર્વરચિક  અને ઉત્તરારચિક, આ બંને ભાગ મળીને ૨૭ અધ્યાય છે. તેમાં પૂર્વાચિકના ૬ અને ઉત્તરારચિકના ૨૧ અધ્યાય.છે. આ કુલ ૨૭ અધ્યાયના અર્થાતુ સમગ્ર સામવેદસંહિતાના ૧૮૭૫ મંત્રો છે. આમાંના ૭૫ મંત્રો સિવાયના બધા વેદની શાક્લ શાખામાં જોવા મળે છે. આ અવશિષ્ટ ૭૫ મંત્રો ઋગ્વદની શાખાયન આદિ લુપ્ત શાખાઓમાંથી આવેલા હશે, તેવો વિદ્વાનોનો મત છે. કેટલાક વિદ્વાનો એમ પણ માને છે કે આ મંત્રો સામવેદના જ મંત્રો છે.


સામવેદના મોટા ભાગના કે બધા જ મંત્રો ઋવેદમાં મળે છે, જેના પરથી કેટલાક વિદ્વાનો એમ પણ માને છે કે સામવેદના મંત્રોનું સ્વતંત્ર અસ્તિત્વ નથી. પરંતુ તેમનો આ મત સ્વીકૃત બની શકે તેમ નથી.


સામવેદ એક સ્વતંત્ર વેદ છે અને અન્ય વેદોની જેમ ભગવાન વેદવ્યાસે સામવેદનો પણ ઉપદેશ આપ્યો છે અને આજપર્યંત તેની સ્વતંત્ર પરંપરા ચાલુ. જ રહી છે. જો ઋગ્વદના જ બધા મંત્રો સામવેદમાં છે અને સામવેદના મંત્રોનું સ્વતંત્ર અસ્તિત્વ નથી, એમ હોય તો ભગવાન વ્યાસદેવે સામવેદનો સ્વતંત્ર ઉપદેશ શા. માટે આપ્યો છે ? 

વળી ઋગ્વદ અને સામવેદના મંત્રોમાં પાઠગત અને સ્વરગત. ભિન્નતા ઘણી છે. ઋગ્વદના જે મંત્રો સામવેદમાં આવ્યા છે, તે પણ નવા રૂપે અને નવો અવતાર ધારણ કરીને આવ્યા છે, તેથી તેમનું સ્વતંત્ર સ્વરૂપ છે, તેમ ગણવું જોઈએ. વળી સામનું સામત્વ તેની ગેયતામાં છે, તે તો સામવેદની પોતાની જ છે. તેથી સામવેદ અને સામવેદના મંત્રોનું સ્વતંત્ર અસ્તિત્વ માનવું જોઈએ.


જેમ વેદના મંત્રો અપૌરુષેય છે, તેમ સામગાન પણ અપૌરુષેય છે. સામગાયકો તેમાં પોતાની રીતે કોઈ પરિવર્તન કરી શકે નહિ.

સામવેદીય મંત્રોમાં વિવિધ સ્વરો અને આલાપો દ્વારા પ્રકૃતિગાન, ઉહગાન અને ઉહ્યગાન ગાવામાં આવે છે. પ્રકૃતિગાનનાં બે સ્વરૂપો છે – ગ્રામગેયગાન અને આરણ્યકગાન. 

આગ્નેય, ઐન્દ્ર અને પાવમાન – આ ત્રણ પર્વોમાં પ્રમુખ રૂપથી ક્રમશ: 
અગ્નિ, ઇન્દ્ર અને સોમના સ્તુતિપરક મંત્રો ગ્રામચેયગાનમાં ગવાય છે. અરણ્યમાં ગવાય છે, તેથી આ સામગાનને આરણ્યક કહેવામાં આવે છે. આરણ્યકગાનમાં અર્ક,
દ્વંદ્વ,  વ્રત, શુક્રિય અને મહાનામની નામનાં પાંચ પર્વોનો સંગમ છે.


ગ્રામચેયગાનથી ઉહગાન અને આરણ્યકગાનથી ઉલ્યગાન પ્રભાવિત છે. વિશેષતઃ સામગાનમાં ગવાતાં સ્તોત્રો ઉહગાન અને ઉદ્યગાનમાં મળે છે. આ બંને ગાનમાં દશરાત્ર, સંવત્સર, એકાહ, અહીન, સત્ર, પ્રાયશ્ચિત્ત અને ક્ષુદ્ર - આ સાત પર્વોમાં તાંડ્ય બ્રાહ્મણ દ્વારા નિર્ધારિત ક્રમના આધાર પર સ્તોત્રોનો પાઠ છે. 

સમગ્ર ગાનભાગમાં ત્રણ પ્રકારનાં સામ જોવામાં આવે છે. માત્ર ચાનાં પદોમાં જ ગવાયેલા સામને આવિઃસંજ્ઞક સામ કહેવાય છે. ૠ-પદો અને સ્તોભોમાં ગવાયેલા સામને લેશસંજ્ઞક અને સ્તોભોમાં ગવાયેલા સામને છત્રસંજ્ઞક સામ કહેવામાં આવે છે.

...ઋક ના પદો અથવા અક્ષરોમાં હાઉ, ઔહોવા અને ઈડા આદિ પદોનો પ્રયોગ થાય છે. આ પદોને સ્તોભ કહેવામાં આવે છે.


કૌથુમીય અને જૈમિનીય – આ બંને શાખાનાં ચાર સામોની સંખ્યા આ
પ્રમાણે છે :
                    કૌથુમીય ગાન   જેમિનીય
ગ્રામચેયગાન
                     ૧૧૯૭
                                                ૧૨૩૨
આરણ્યકગાન
                       ૨૯૪
                                                  ૨૯૧
ઉહગાન
                     ૧૦૨૬
                                                ૧૮૦૧
ઉહ્યગાન
                         ૨૦૫
                                                  ૩પ૬
          કુલ          ૨૭૨૨
         Total                               ૩૬૮૦



સામગાન અપૌરુષેય છે. સામગાનનું અપૌરુષેય તત્ત્વ ભારતીય સંગીતમાં આવ્યું છે. ભારતીય સંગીતની મહાનતાનું મૂળ તેમાં આવેલું આ સામગાનપ્રણીત અપૌરુષેય તત્ત્વ છે.

નારદશિક્ષા પ્રમાણે સામનાં સ્વરમંડળ આટલાં છે – ૭ સ્વ૨, ૩ ગ્રામ, ૨૧  મૂર્છના, ૪૯ તાન.
આ સ્વરોની ભારતીય શાસ્ત્રીય સંગીતના સાત સ્વરો સાથે 


પ્રથમ મધ્યમ - મ
દ્વિતીય ગાનધાર • ગ
 તૃતીય ઋષભ - રે
ચતુર્થ ષડજ • સા.
પંચમ નિષાદ - નિ
શષ્ટ ધૈવત : ધ
સપ્તમ પંચમ - ૫
સામગાનોમાં એકથી સાત સુધીના અંક લખવામાં આવે છે, તે સ્વરોના સ્વરૂપને સૂચિત કરવા માટે લખવામાં આવે છે. સામયોનિમંત્રો (સામવેદના મંત્રોનું મૂળ સ્વરૂપ)ને સામગાનોના રૂપમાં ઢાળવાથી અનેક સંગીતાનુકૂળ શાબ્દિક ફેરફાર કરવામાં આવે છે. મુખ્ય સામવિકાર છ પ્રકારના છે.
(૧) વિકાર :
વિકાર એટલે શબ્દનું પરિવર્તન. દાત. અગ્નીને સ્થાને ‘ઓગ્નાયિ”
(૨) વિશ્લેષણ :
વિશ્લેષણ એટલે કોઈ પદનું પૃથક્કરણ.
દા. ત. “વીતયે ને સ્થાને તેનું પૃથક્કરણ આ પ્રમાણે થશે - વોયિતોયારપિ.
(૩) વિકર્ષણ :
વિકર્ષણ એટલે એક જ સ્વરનું લાંબા સમય સુધી વિવિધ રીતે ઉચ્ચારણ.
દા. ત. યેયારૂયિ
(૪) અભ્યાસ : અભ્યાસ એટલે કોઈ એક પદનું પદના તે જ સ્વરૂપે વારંવાર ઉચ્ચારણ.
દા. ત. ‘તોયાપિ’ પદ છે. તેનું તે જ રૂપે વારંવાર ઉચ્ચારણ કરવામાં આવે છે.
(૫) વિરામ :
વિરામ એટલે ગાન દરમિયાન કોઈ પદની વચ્ચે અટકી જવું તે. 
દા. ત.
ગૃણાનો હવ્યદાતયે” માં હ’ પર અટકી જવામાં આવે તેને ‘વિરામ' કહે છે.
(૬) સ્તોભ :
સ્તોભ એટલે ગાન દરમિયાન ગાનને અનુકૂળ તેવાં પદોનું ઉચ્ચારણ કરવામાં આવે તે.

દા. ત. ઔહોવા, હાઉ એહાઉ, હોયિ, ઔહોયી, ઓહાઈ...

સામગાનની પદ્ધતિ ઘણી જ અઘરી છે. તેને હસ્તગત કરવા માટે અત્યંત સૂક્ષ્મ અધ્યયન અને લગનથી દીર્ઘકાળ પર્યત અભ્યાસ અને સૂરજ્ઞાનની આવશ્યકતા છે.

સામગાનના પાંચ વિભાગ છે.
(i) પ્રસ્તાવ :
મંત્રનો આ પ્રારંભિક ભાગ છે. આ ભાગ હુંથી શરૂ થાય છે.
આ ભાગ પ્રસ્તોતા નામના ઋત્વિજ ગાય છે.
(ii) ઉગીથ :
સામના મુખ્ય ઋત્વિજ “ઉદ્દગાતા' કહેવાય છે. ઉદ્દગીથનું ગાન આ મુખ્ય ઋત્વિજ ઉદ્દગાતા કરે છે. તેના પ્રારંભમાં “ઓમ્’ જોડવામાં આવે છે.
(ii) પ્રતિહાર :
પ્રતિહાર એટલે બે ભાગને જોડનાર. સામગાનના પ્રથમ ભાગ અને દ્વિતીય ભાગને જોડનાર વચ્ચેના ટુકડાને પ્રતિહાર કહેવામાં આવે છે. પ્રતિહર્તા નામના ઋત્વિજ આનું ગાન કરે છે.
(iv) ઉપદ્રવ :
આનું ગાન ઉદ્દગાતા કરે છે.
(v) નિધન :
સામગાનનો આ અંતિમ ભાગ છે. સામગાનનું આ સમાપન છે.

આ વિભાગનું ગાન પ્રસ્તોતા, ઉદ્દગાતા અને પ્રતિહતાં – એમ ત્રણેય ઋત્વિજે સાથે મળીને કરે છે.
દા. ત. સામવેદનો પ્રથમ મંત્ર લઈએ. આ મંત્રનું સામગાન કરવામાં આવો ત્યારે તેનાં પાંચ અંગો આ રીતે બનશે :

अग्न आयाहि वीतये गृणानो हव्यदातये ।
नि होता सत्सि बर्हिषि ॥

(i) પ્રસ્તાવ :
हुं ओग्नाई

(ii) ઉદ્દગીથ :
ओम् आयाहि वीतये गृणानो हव्यदातये

(iii) પ્રતિહાર :
नि होता सत्सि बर्हिषि ओम्

(iv) ઉપદ્રવ :
नि होता सत्सि बर्हिषि

(V) નિધન :
बर्हिषि ओम्

હવે આપણે સામવેદનાં બ્રાહ્મણ, આરણ્યક અને ઉપનિષદો વિશે જોઈએ.

મંત્રભાગનું કર્મોમાં વિનિયોજન બ્રાહ્મણગ્રંથો કરે છે.
દેવતાધ્યાય બ્રાહ્મણના સાયણભાષ્યના મંગલાચરણમાં સાયણાચાર્ય સામવેદ આઠ બ્રાહ્મણો ગણાવે છે. તે આઠ બ્રાહ્મણો આ પ્રમાણે છે
(१) ताण्ड्य ब्राह्मण
(२) षड्विंश ब्राह्मण
(३) सामविधान ब्राह्मण 
(४) आर्षेय ब्राह्मण
(५) देवताध्याय ब्राह्मण 
(६) छांदोग्योपनिषद् ब्राह्मण
(७) संहितोपनिषद् ब्राह्मण 
(८) वंश ब्राह्मण
આ આઠ બ્રાહ્મણો કૌથુમી શાખાના બ્રાહ્મણો છે. આ ઉપરાંત જૈમિનીય શાખાના ૩ બ્રાહ્મણો મળે છે. 
(૧) જેમિનીય બ્રાહ્મણ 
(૨) જેમિનીય આર્ષેય બ્રાહ્મણ
(૩) જૈમિનિય ઉપનિષદ બ્રાહ્મણ

સાંવેદીય બ્રહ્મણો ઔદગાત્ર કર્મો નું પ્રતિપાદન કરે છે

આભાર ભાનદેવજી

JAY GURUDEV DATTATREYA
JAY HIND
JIGAR JAIGISHYA

No comments:

Post a Comment

શબ્દ રમત રમણે ની રમુજ

મૂળ પ્રાર્થના असतो मा सदगमय ॥  तमसो मा ज्योतिर्गमय ॥  मृत्योर्मामृतम् गमय ॥ સામાન્ય મજાક અન્ન એવો ઓડકાર ખરો, પણ .. દરેક મનુષ્યને પોતાની જ વા...