લાવજુએજા વૃક્ષ
તિલેટક નામનું ગામ નેશનલ ડેસ્ક નામના દેશમાં આવેલુ છે. જ્યાં રહેતા દરેક વ્યક્તિ આંધળો છે. આટલું જ નહીં આ ગામમાં પશુ-પક્ષીઓ પણ અંધ છે. એક વૃક્ષને જોઈ લેવાના કારણે બધા આંધળા થઈ જાય છે એવી આ લોકોની માન્યતા છે.
આ ગામના કોઈ પણ ઘરમાં બારી નથી રાખવામાં આવ્યા
કારણ કે તેમને પ્રકાશની જરૂર જ નથી.. રિસર્ચમાં એવો ખુલાસો થયો છે કે બ્લેક ફ્રાબાઈ નામની માખી ના ડંખ મા ઝેર હોય છે. ડંખ માર્યા ના થોડા સમયમાં જે તે વ્યક્તિના આખા શરીરમાં ઝેર ફેલાઇ જાય છે. અને તેઓ અંધ થઇ જાય છે. લોકો જન્મે છે ત્યારે તે અંઘ નથી હોતા પણ ચાર-પાંચ વર્ષ પછી તેઓ અંધ થઇ જતા હોય છે. તેની પાછળનું કારણ તેઓ લાવજુએજાનું વૃક્ષ છે ... તેને માને
છે કારણ કે આ વૃક્ષ ખાલી આ જગ્યા એ જ જોવા મળે છે.
પક્ષીઓની આત્મહત્યા
કુદરતી આફત થી વિહગો તેમનું કુદરતી રહેઠાણ ગુમાવે છે. તેમને અન્ય સ્થળોએ સ્થળાંતર કરવું પડે છે.
આસામનું જતીગા સ્થળ તેમના સ્થળાંતર માર્ગમાં આવે છે.
1988માં જ્યારે આ આસામ મા ભયાનક પૂર આવ્યું હતું તયારે જતીગા ગામમાં આત્મહત્યા કરનાર પક્ષીઓની સંખ્યા સૌથી વધુ નોંધાઈ હતી .
કેટલાક લાંબા સમય પછી સ્થાનિકોને ખબર પડી હતી કે અહી ના પક્ષીઓ આ વિચિત્ર વર્તનની દીમાગ બને છે અને ધાણા પક્ષીઓ બહારથી નહીં આતમહત્યા કરવા માટે આવે છે. આ એક કુદરતી ઘટના છે જે એક રહસ્યમય ઘટના કહીં શકાય
ઊંઘવાની બીમારી
કઝાકીસ્તાન માં કાલચી નામનું ગામ છે.
આ ગામના લોકો એક વિચિત્ર બીમારીથી પીડાય છે
આ લોકો કોઈપણ સમયે કોઈપણ જગ્યાએ સુઈ જાય છે. આની પાછળનું કારણ શું છે તે ડોક્ટર કે વૈજ્ઞાનિકો હજુ પણ જાણી નથી શક્યા. ગામની વસ્તી ૬૦૦ જેટલી છે અને તેમાંથી ૧૪ ટકા લોકો આ બીમારીથી પીડાય છે.
એન્ટીમેટર:-
પૃથ્વી પરનો રહસ્યમય પદાર્થ છે. જે પૌલ દારેક નામના વિજ્ઞાની નું સંશોધન છે...
એન્ટીમેટર નામનો પદાર્થ બને ત્યાં સુધી કોઈના સાંભળવામાં આવ્યું નથી. પણ આ એક એવો રહસ્યમય પદાર્થ છે કે પૃથ્વી ઉપર મળતો નથી ..
આ પદાર્થ વિજ્ઞાનની દુનિયામાં એક રહસ્યમય પદાર્થ તરીકે ઓળખવામાં આવે છે. વૈજ્ઞાનિકોના મતે આ પદાર્થ સામાન્ય પદાર્થ( મેટર મતલબ બાબત )ની વિરુદ્ધ ખાસ કરીને એન્ટીમેટર ના પેટા અણુઓમાં સામાન્ય પદાર્થ મેટર ની વિરોધી ગુણધર્મો હોય છે.
તેણા કણો નો ઈલેક્ટ્રીક ચાર્જ બિગ બેંગ પછી એન્ટીમેટર મેટર સાથે બનાવવામાં આવ્યું હતું. એન્ટીમેટર આજના બ્રહ્માંડમાં ભાગ્યે જ જોવા મળે છે અને તે શા માટે આવું છે તે વૈજ્ઞાનિકો માટે રહસ્યમય રહ્યું છે .
ઘણા એવું કહે છે કે આવું પદાર્થ છે જ નહીં એતો કાલ્પનિક હોવું જોઈએ .. આમ તો આ પદાર્થ કાલ્પનિક નથી કારણકે વીસમી સદીના પહેલા ભાગમાં આ પદાર્થ મળી આવ્યો છે..
વૈજ્ઞાનિકોએ પ્રયોગશાળામાં નાના પ્રમાણમાં એન્ટીમેટર બનાવ્યું છે . જોકે નાસા મુજબ એન્ટીમેટર મેટર પૃથ્વી પરની સૌથી ખર્ચાળ સામગ્રી છે. કારણ કે તે ફક્ત એક મિલીગ્રામ બનાવવા માટે ૧૦૦ અબજ ડોલર અથવા 7553 અબજ રૂપિયાથી પણ વધુ રકમ લાગી જાય છે . અને આ પ્રદાન ખૂબ જ જોખમી પદાર્થ છે.
આવા એન્ટીમેટર પદાર્થના લગભગ અડધા કિલોગ્રામ માં વિશ્વની સૌથી મોટે હાઈડ્રોજન બોમ્બ કરતાં વધુ તાકાત હોય છે એક ક્ષણ માં કોઈપણ મોટા શહેર નષ્ટ કરી શકે છે. જોકે આ પદાર્થ મોટા પ્રમાણમાં હાલની તારીખમાં બનાવો તો શક્ય જ નથી.. જુઓ વિડિઓ લિંક
લંડન ટાવર, બ્રિટન
૭૦૦ વર્ષથી રાજકુમારો રાજકુમારીઓ ની આત્માઓનો મહેલ એ લંડન ટાવર દુનિયાનો સૌથી જાણીતું હોન્ટેડ પ્લેસ પેકિંનો એક ગણાય છે .
લંડન ની મુલાકાત લેતા દુનિયાભરના tourist આ ટાવરની
મુલાકાત કરે છે. આ ટાવર સાથે રાજકુમાર રાજકુમારીઓ ની ભૂત ની કથા વણાઈ ગઈ છે
ટાવરને ઇતિહાસ 1078 થી મળે છે, એમાં કઈ કેટલાયે ને ફાંસી આપવામાં આવી હતી અથવા તો બીજી રીતે મોતને ઘાટ ઉતાર્યા હતા. રાજા રીચાર્ડ ત્રીજાએ 1483માં તેના ભત્રીજા એડવર્ડને અને રીચાર્ડ નું મર્ડર કરાવ્યું કહેવાય છે. આ રાજકુમારોના ભૂત ટાવર ના ઘાટ પાસે ઘણી વખત જોયા હોવાનો દાવો છે. ૧૮૧૬માં પહેલી વખત ગાર્ડસે રાજકુમારોના ભૂત જોયા નો દાવો કર્યો હતો તેનું રહસ્યમય રીતે બે ત્રણ દિવસમાં મૃત્યુ થયું હતું. બે રાણીઓ લેડી જેની અને એની બોલ્યન ના ભૂતનું પણ
ઘણા લોકોને સાક્ષાત્કાર કર્યો કહેવાય છે.
અવકાશ અને ઝાડ ના રંગ ની જાણ
જો કોઇને પણ પૂછવામાં આવે કે ઘાસ અને વૃક્ષના
પાંદડાનો રંગ કયો ? તો તે જવાબ આપશે કે તેમનો રંગ લીલો છે.
આપણને બધાને એ એકસરખું દેખાય છે એટલે આપણે
એને સાર્વત્રિક સત્ય માની લઇએ છીએ પણ એ સત્ય નથી.
વિજ્ઞાનીઓએ ઈન્ફા રેડ કિરણોનો ઉપયોગ કરીને અવકાશ અને વૃક્ષ ના ફોટા પાડયા ત્યારે ખબર પડી કે આકાશ અને સમુદ્રનો રંગ આસમાની નહીં પણ ઘેરો કાળો ... અને ઘાસ તથા પાંદડાનો રંગ લીલો નહીં પણ સફેદ છે !
આપણને જે રંગ દેખાય છે તે તો વાતાવરણ સાથે કિરણોનું વ્યતિકરણ થયા પછી ઉદ્ભવેલું વિવર્તન સ્વરૂપ છે.
ટાર ડી ગ્રેડ
આ જીવ પણ પાણીમાં રહે છે તેના આઠ પગ હોય છે. અને ચાર મીટરની લંબાઈ ધરાવે છે.. તે 30 વર્ષ સુધી ખાધા-પીધા વગર જીવી શકે છે.
આ જીવ કોઈ પણ વાતાવરણમાં પોતાને ઢાળી ને જીવી શકે છે. તે વાતાવરણ પ્રમાણે પોતાને બદલવાની ક્ષમતા ધરાવે છે. જેના કારણે તેણે અંતરિક્ષમાં પણ લઈ જવામાં આવે તો ત્યાં પણ જીવી શકે છે. ટાર ડી ગ્રેડ-272 ડિગ્રી ઠંડીમાં અને 150 ડિગ્રી ગરમીમાં પણ જીવી શકવાની તાકાત ધરાવે છે. તેથી તેને મૃત્યુ થતું નથી. આ જીવ કોઇપણ પરિસ્થિતિમાં કોઈ પણ વાતાવરણમાં રહી શકતું હોવાથી તેને જ્યાં સુધી મારી નાખવામાં ન આવે ત્યાં સુધી તે પૃથ્વી ઉપર જીવી શકે છે. આ જીવ 60 કરોડ વર્ષ સુધી જીવી શકે છે તેથી આ જીવને ધરતીનું પ્રાણી નથી માનવામાં આવતું.
પથ્થરોના માટલા.
૧૯૬૪થી ૧૯૭૩ ની વચ્ચે અમેરિકી વાયુસેનાએ સિયાંગ એરિયામાં ૨૬ કરોડથી પણ વધારે બોમ્બ ફેંક્યા હતા જેમાંથી કેટલાય કરોડોની સંખ્યામાં આ બોમ્બ ફટયા નહોતા તેની તપાસ માટે તેઓ ત્યાં ગયા હતા ત્યાં તેમને મોટા મોટા પથ્થરોથી બનેલા માટલા જોયા આ માટલા ઉપર ઢાંકવા માટે ઢાંકના પણ બનાવવામાં આવ્યા હતા ...આ પથ્થરના માટલાં એક રિસર્ચનો વિષય બની ગયો કેમકે આવી જગ્યાએ માટલા આવ્યા ક્યાંથી ????
લોહ યુગમાં કદાચ આ માટલા બનાવવામાં આવ્યા હશે અને આ માટલા પથ્થર ના માટલા ને કેમ બનાવવામાં આવ્યા છે એ રહસ્યમય છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે અંતિમ સંસ્કાર કરતી વખતે અસ્થિ વિસર્જન કરવા માટે આ માટલા બનાવ્યા હોવા જોઈએ જે પરફેક્ટ ન કહી શકાય.
પણ મેટર અને એન્ટી મેટર ની બાબત ને જોડતી કડી પણ કહી શકાય...
મારી મમ્મી કોરા માટલા મા પ્લાસ્ટિકની પાણી ભરેલી બોટલમાં મની પ્લાન્ટ ઉગાડે છે...
વ્હાઇટ હાઉસ અને USA નું કૌતુક
1865 મા લિકનની હત્યા થઈ હતી તેના ત્રણ વર્ષ પછી 1868માં પ્રથમ વખત લિંકનના આમાની હાજરી નો દાવો થયો હતો. વિલિયમ નામના ફોટોગ્રાફરે ૧૮૬૯માં લિંકનના પત્ની મેરી ટોડ ની એક તસવીર લીધી હતી એમાં પાછળ લિંકન હોવાનો આભાસ થયો હતો.
એલિનોરે નો લીંકનની હાજરી ના અનુભવ દાવો કર્યો હતો. એલીનોરે તો ત્યાં સુધી કહ્યું હતું કે જ્યારે તેને લિંકન હોવાનો આભાસ થતો ત્યારે તેને કુતરો પણ કોઈ જ કારણ વગર ભસવા લાગતા હતો.
લિન્ટન જોન્સ નામના પ્રમુખે દાવો કર્યો હતો કે તેમના અશ્વેત ક્રાંતિ વખતે આખા અમેરિકાએ ક્યુબામાં રખાયેલી રશિયન મિસાઇલોના ફોટાઓ ઈન્ફારેડ કેમેરાથી અવકાશયાનમાં રહીને ખૂબ ઊંચેથી લીધા ત્યારે તેમાં સળગતી સિગારેટોના ફોટાઓ પણ હતા. એ ફોટાઓ ત્યાંના કર્મચારીઓએ ૨૪ કલાક પહેલાં જે સિગારેટ સળગાવી હતી એના હતા. અવકાશયાનમાંથી એ ફોટાઓ લેવાયા ત્યારે ત્યાં સિગારેટો પણ નહોતી કે એ કર્મચારીઓ પણ નહોતા.
એ જોઇને વિજ્ઞાાનીઓને વિસ્મય થયું હતું કે વર્તમાનમાં એ વસ્તુ અસ્તિત્વમાં ન હોવા છતાં એના ફોટા કેવી રીતે પડી ગયા ?
એવી જ ઘટના ટ્રેવર જેમ્સની સાથે પણ બની.
તેણે ઈન્ફ્રારેડ મુવી માટે વપરાતા કેમેરાથી મોજાવે રણપ્રદેશના આકાશની સ્થિતિની ફિલ્મ ઉતારી ત્યારે એમાં એવા પક્ષીઓના ફોટા આવી ગયા હતા જે દુનિયામાં કોઇએ એ પહેલાં કદી જોયા જ નહોતા !
એ જોયા પછી બે પ્રશ્નો ઉપસ્થિત થયા.
શું એ પંખીઓ અત્યારે પણ અસ્તિત્વ ધરાવતા હશે???
આપણી આંખો એમને જોવા શક્તિમાન ન હોવાથી આપણી જાણ બહાર રહી ગયા હશે ?
વોઇનિશ લિપી.
આજ સુધી આ લિપિ ને હજુ સુધી વાંચી નથી શકાયી.
600 વર્ષ જૂનું વોયોનિશ હસ્તપ્રત ઈતિહાસનુ સૌથી રહસ્યમય પુસ્તક માનવામાં આવે છે અને તેને ઉકેલવા માટે ખૂબ જ પ્રયત્નો થયા છે.
એમાં ક્રિટોલોજી ના સૌથી મોટા રહસ્યો છે. વૈજ્ઞાનિકો અને ઇતિહાસકારોએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ નો ઉપયોગ કરીને તેને વાંચવાનો ખુબ જ પ્રયાસ કર્યો છે. ૨૪૦ પેજનું આ પુસ્તક યેલ યુનિવર્સિટીની તિજોરીમાં સંગ્રહેલ વિશ્વનું સૌથી રહસ્યમય પુસ્તક છે.
જેનું લખાણ આજ સુધી ઉકેલી શકાયું નથી.
કીષ્ટાસ
વર્જિનિયા લાગલે ના સી. આઈ.એ ના મુખ્ય મથકની બહાર એક પ્રતિમા ઉભી છે. જેની સપાટી પર કોડેડ ખોદકામ કરવામાં આવ્યું છે. પણ હજુ ખબર નથી...
શેફરડ મોન્યુમેન્ટ ઈન્સકિપસન.
ઇંગ્લેડ માં એક પ્રતિમા છે જેના પર થયેલ હસ્તલેખન આજ સુધી તેજસ્વી થી તેજસ્વી દિમાગો પણ સમજી નથી શક્યા આ પ્રતિમાં ૧૮મી સદીમાં જ બની છે છતાં હસ્તલેખ ઉકેલી નથી શકાયો કે તેનું લખેલું રહસ્ય શું છે.
જોર્જિયા ગાઈડ સ્ટોન્સ.
અમેરિકાના સ્ટોન હેજ તરીકે ફેમસ ગાઈડ સ્ટોન્સ જે એલ્બર્ટ કાઉન્ટીમાં સ્થિત છે. જેના વિશે કેટલીક રહસ્યમય વાતો બનેલી છે. ૧૯૭૯ની જ વાત છે એને દિવાલ પર દસ નવા આદેશો અંગ્રેજી, હિન્દી ચાઈનીઝ, રશિયન , હીબ્રુ સ્વાહીલી, સ્પેનીશ માં લખવામાં આવ્યા છે, પણ એને હજી સુધી કેમ લખ્યું હતું ?તેનું શું કારણ હતું? શા માટે લખ્યું હતું ?તે રહસ્ય છે.
રોજો રોજો ઈસ્ટર આઇલેન્ડ ની લાકડી
રહસ્યમય ઈસ્ટર દ્વીપ પર જ્યાં મોઈ સ્થાપિત છે. ત્યાં એક નકશીકામ કરેલી લાકડી ઉભી છે. જેને લોકો રોજો રોજો કહે છે. આ નકશીદાર લાકડી પર શું લખવામાં આવી છે તે આજ સુધી કોઈ જાણી શક્યું નથી. ઘણા નું કહેવું છે કે લાકડી પર થયેલ તે જમાના ની રમખાણની વાત છખી હશે
પથ્થરોની ડિઝાઇન.
આ પથ્થરો ની શોઘ લગભગ 130 ના દશકામાં કરવામાં આવી હતી સોળસો ટન વજનના પથ્થરોની આકૃતિ કોઈ ટેનિસ બોલ જેવી છે જંગલમાં આ પ્રકારની આકૃતિ બનાવી લગભગ અશક્ય જેવું કામ છે.. આ પથ્થરોને કોને બનાવ્યા શા માટે બનાવ્યા હશે. અને આવા અવાવરુ જગ્યાએ જ્યાં કોઈ જઈ ના શકે એવી જગ્યાએ આવી ડિઝાઇન બનાવી પથ્થરોથી... એ વાત આજ સુધી કોઈ વ્યક્તિ જાણી શક્યા નથી આ પથ્થરો ની આકાશ મંડળ જેવી રચના આજ સુધી એક રહસ્યમય ઘટના છે.
અલાસ્કા નો વુડ ફ્રોગ યાની ફ્રોઝન ફ્રોગ
ગરમીની શરૂઆત થતાં અચાનક દિલ પર ઇલેક્ટ્રિક ચાર્જ થાય શ્વાસ લેવાનું ચાલુ કરી દે છે... ધડકનો પણ શરૂ કરી દે છે... અને પોતાના કામે લાગી જાય છે.
એટલે જ એને ફ્રોજન ફ્રોગ કહેવાય છે.
લંગ ફિશ
આ માછલી વિશે એવું કહેવાય છે કે તે પાંચ વર્ષ સુધી
ખાધા-પીધા વગર રહી શકે છે . આ માછલી આફ્રિકામાં જોવા મળે છે ત્યાં ખૂબ જ ગરમી પડે છે જેના કારણે પાણી સુકાઈ જાય ત્યારે પોતાને જમીનમાં દફન કરી લે છે. પછી જ્યારે વરસાદ આવે ત્યારે તે ફરીથી જીવિત થતી હોય છે.. તે પોતાનું ખાવાનું 60 ટકા સુધી જમીન માં જઈને ઓછું કરી દે છે. આમ પૃથ્વી પર ઘણા એવા પ્રાણીઓ છે જે રહસ્યમય છે વિજ્ઞાનીકો માટે પણ આશ્ચર્યની વસ્તુ છે.
પ્લેનરિયન ફ્લેટવર્મ :-(planriyun flataverm)
આ પ્રાણી અજર-અમર છે તેના લગભગ ૨૦૦ ટુકડા કરી
શકો છો.. આશ્ચર્યની વાત એ છે કે દરેક ટુકડા માંથી એક નવો જીવ બની જાય છે અને દરેક ટુકડા ના નર્વસ સિસ્ટમ અને મગજના પણ ટુકડા કરી નાખવામાં આવે તો પણ દરેક ટુકડામાં નવું મગજ અને nervous system તે પોતાની જાતે પેદા કરી લે છે.. હા પ્રાણી થોડાક જ સમયમાં પોતાનો વિકાસ કરી ને પૂરેપૂરો પોતાને વિકસિત કરી લે છે. આમ આ એક રહસ્યમય પ્રાણી છે
હોદ્રા કે હાઇડ્રા:-
આ એક સાપ છે તેના ઘણા મુખ (માથા) હોય છે. તેનું ક્યારેય પણ કુદરતી રીતે મૃત્યુ થતું નથી. આ સાપને જળસાપ પણ કહી શકાય છે તેની પ્રકૃતિ ઓક્ટોપસ જેવી હોય છે ..તેનો ભાગ જો કટ થઈ જાય તો તે માગને નવી વિકસીત કરી લે છે. આવી કુદરતી રચનાને કારણે આ સાપનું ક્યારેય પણ મૃત્યુ થતું નથી.
રાશિ પત્ર વાળો ખૂની
1960 અને 1970ના દસકામાં ફ્રાન્સિસ્કોના વિસ્તારમાં એક ક્રિમિનલ હતો જેને પોલીસ અને પ્રેસને એવા મગજ ખરાબ કરી દેવા વાળા પત્ર લખતો હતો કે બધા હેરાન થઈ જતા
તેના દ્વારા લખાયેલા પત્રો માંથી એકનો જ અર્થ લોકો કાઢી શક્યા પણ બાકીના ત્રણ પત્રોના અર્થ શું થાય છે તે લોકોને હજુ સુધી ખબર નથી પડી ... જે આજે પણ રહસ્ય છે.
તમમ સુદ.
૧૯૪૮ના ડિસેમ્બર મહિનામાં ઓસ્ટ્રેલિયાના એડિલેડ માં આવેલ સમુદ્ર કિનારા પર એક માણસની લાશ મળી આવી હતી. આ માણસના ખિસ્સામાંથી એક કાગળ મળ્યો હતો.... જેમાં "તમમ સુદ"લખ્યું હતું
તેનું શું મતલબ થાય તે ત્યાંની સરકાર માટે અને લોકો માટે આ માણસનું મોત અને ઓળખ એક કૌતુક હતું.
તમમ સુદ મતલબ છુટો પડેલ સારો
ઓકીધારા જંગલ જાપાન.
જાપાન માં આવેલા જંગલ વિશ્વ માં સુસાઈડ ફોરેસ્ટ ના જંગલ તરીકે ઓળખાય છે. અહીં સેંકડો લોકો સુસાઈડ માટે આવે છે. પોલીસ પણ અહી થતા મૃત્યુ ના આંકડા એટલા માટે જાહેર નથી કરતી કે લોકો સુસાઈડ કરવા પ્રેરિત ન થાય.
છુપાઈને રાખવામાં આવતા આંકડા ખાલી એક જ વખત જાહેર કરવામાં આવ્યા હતા. 2004માં 108 લોકોએ આત્મહત્યા કરી હતી. લોકોના સુસાઈડ કરતા રોકવા માટે પોલીસે જંગલમાં ઘણી જગ્યાએ નોટિસ બોર્ડ લગાવ્યા છે .
જેમાં લખેલું હતું કે "તમારી જિંદગી તમારા માતા-પિતા માટે એક અનમોલ ભેટ છે મહેરબાની કરીને મરતા પહેલા એકવાર પોલીસનો સંપર્ક કરવો.."
રહસ્યમય તળાવ મેરાકાઈબો વાનહજુયલા.
જેની ઉપર આખો દિવસ વીજળી પડે છે અને ચમકતી રહે છે મેરાકાઈબો લેક નુ નામ ગિનીસ બુકમાં સૌથી વધુ વીજળી ના સ્થળ તરીકે નોંધાયેલું છે.
દક્ષિણ અમેરિકા નો દેશ વેનેઝુએલામાં જ્યાં આકાશમાં વીજળી હંમેશા ફ્લેક્સ કરતી રહે છે. હકીકતમાં આ તળાવ પર હંમેશા માટે વીજળી રહે છે. પરંતુ આજ સુધી કોઈ તેનું રહસ્ય જાણી શક્યું નથી... આ તળાવની ઉપર એક બે વખત નહીં પણ એક કલાકમાં હજારો વખત વીજળી ચમકે છે. પરંતુ આજ સુધી કોઈ તેનું રહસ્ય જાણી શક્યું નથી.
આ રહસ્યને " બીકન ઓફ મરાઈબો "કહેવામાં આવે છે.
આ વિસ્તારમાં શા માટે આટલી વીજળી ચમકે છે તે સમજવા નિષ્ણાતો વર્ષોથી તે જાણવા ત્યાં રોકાયેલા છે . 1960ના દાયકામાં એક માન્યતા માનવામાં આવતું હતું કે આ વિસ્તારમાં યુરેનિયમ વધુ છે તેથી વીજળી ચમકતી હશે. જ્યારે વૈજ્ઞાનિકોનું માનવું છે કે તળાવની નજીક તેલ ક્ષેત્ર માં મીથેન ઘણો છે.જેના કારણે વીજળી વધારે ચમકે છે.
જય ગુરુદેવ દત્તાત્રેય
જયહિંદ
આવું જ પુરાણો ના શિલ્પ સ્થાપત્ય મા UFO દેખાય તે પણ અચરજ મારી નાની આંખે જૉયું...
No comments:
Post a Comment