Thursday, March 25, 2021

રેડિયો એક્ટિવ પદાર્થ યુરેનિયમ

ભારત  દેશ અનેક વખત રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તર પર એ વાતની ચોખવટ કરી ચૂક્યું છે કે, અરુણાચલ પ્રદેશ ઉપર બીજા દેશનો દાવો ખોટો અને ગેરવાજબી છે. 

અરુણાચલ પ્રદેશમાં યુરેનિયમની શોધ કંઈ આજકાલથી નથી થઇ રહી. અરુણાચલ પ્રદેશના પશ્ચિમ સિયાંગ, પશ્ચિમ કામૅગ, લોઅર સુબનસિરી અને અપર સુબનસિરી જિલ્લામાં યુરેનિયમની શોધનું કામ છેક 1969થી ચાલી રહ્યું છે. આપણા દેશના એટોમિક મિનરલ્સ ડિરેક્ટોરેટના ડાયરેકટર ડી. કે. સિંહાએ થોડા દિવસ અગાઉ એવું કહ્યું હતું કે, અરુણાચલ પ્રદેશના પેટાળમાં યુરેનિયમ હોવાની શોધના સકારાત્મક પરિણામો મળ્યા છે. 

યુરેનિયમ રેડિયોએક્ટિવ પદાર્થ છે. યુરેનિયમનો ઉપયોગ પરમાણુના વિવિધ શક્તિ સંચયથી, મશીનથી કાર્ય ઉપલબ્ધ બનાવવામાં થાય છે. એ સિવાય પણ એના ઘણા ઉપયોગો છે. 

આપણા દેશમાં યુરેનિયમના જથ્થા વિશે જે અભ્યાસો અને સંશોધનો થયા છે એ એવું જણાવે છે કે, દેશમાં યુરેનિયમનો ભંડાર બે લાખ પચાસ હજાર ટન છે. તેમાં એક લાખ 44 હજાર ટન આંધ્ર પ્રદેશમાં અને 75 હજાર ટન ઝારખંડના પેટાળમાં છે. રાજસ્થાન અને મેઘાલયમાં પણ દસ દસ હજાર ટન યુરેનિયમ હોવાનું માનવામાં આવે છે. આ બધો જથ્થો 20 વર્ષ સુધીની જરૂરિયાતો જ પૂરી કરી શકે એમ છે. ઝારખંડ અને આંધ્ર પ્રદેશની ખાણોમાંથી અત્યારે યુરેનિયમ મેળવવામાં આવે છે. 

આ ઉપરાંત આપણો દેશ ભારત કઝાકિસ્તાન, કેનેડા અને ઓસ્ટ્રેલિયા, રશિયા પાસેથી યુરેનિયમ આયાત પણ કરે છે. આપણા દેશને યુરેનિયમની જરૂર છે એટલે જ્યાં પણ યુરેનિયમ હોવાની શક્યતાઓ છે ત્યાં સતત સંશોધનો ચાલતા રહે છે. અવકાશીય ઇંધણ રૂપે આવા રેડિયો અકટિવ પદાર્થ ખૂબ કામના છે... પણ તકલીફ એવી હોય છે કે...  મોટો જથ્થો મળે પણ એમાંથી મળતું અથવા શુદ્ધિકરણ બાદનું જથ્થા નું પ્રમાણ ઓછું થઈ જતું હોય છે આથી તમને અંદાજે અથવા સમજાવવા એવું કહી શકાય કે 100 કિલો ખરીદી પર માત્ર 1 kg શુદ્ધ યુરેનિયમ મળે...

આથી ખૂબ મોંઘુ અને એ પણ બે વિવિધ કિંમતે બજારમાં મળે છે. શુદ્ધ રેડિયો એક્ટિવ પદાર્થ અને અશુદ્ધ રેડિયો એક્ટિવ પદાર્થ...

અરુણાચલ પ્રદેશમાં યુરેનિયમ મળવાથી ફાયદો થશે ને ભારતના આંતરિક નુકલીયર પ્રોગ્રામ ને ટેકો રૂપિયા બચવાથી મલશે. દેશમાં જ જો રેડિયો એક્ટિવ પદાર્થ મળે તો માત્ર શુદ્ધિકરણ નોંજ ખર્ચો કરવો પડે આથી બચત ખૂબ ઊંચી, ખૂબ વધુ થાય...

આજના divya bhaskar છાપાંમાં આલેખ થકી વિચાર ટાંક્યા...which was published in other news four days back...


नोंध

यूरेनियम तत्व की खोज 1789 ई0 में क्लाप्रोट (Klaproth) द्वारा पिचब्लेंड नामक अयस्क से हुई। उसने नए तत्व का नाम कुछ वर्ष पहले ज्ञात यूरेनस ग्रह के आधार पर यूरेनियम रखा। इस खोज के 52 वर्ष पश्चात्‌ पेलीगाट ने 1841 ई0 में यह प्रदर्शित किया कि क्लाप्रोट द्वारा खोजा गया पदार्थ यूरेनियम टेट्राक्लोराइड के पोटैशियम (K) द्वारा अपचयन से यूरेनियम धातु तैयार की।

1896 ई0 में हेनरी बेक्वरेल ने यूरेनियम में रेडियो ऐक्टिवता की खोज की। उसके अनुसंधानों से ज्ञात हुआ कि यह गुण यूरेनियम के सब यौगिकों में तथा कुछ अन्य अयस्कों में भी विद्यमान है। इन निरीक्षणें के फलस्वरूप ही पिचब्लेंड अयस्क से रेडियम की ऐतिहासिक खोज संभव हो सकी। 



જય હિન્દ 
जय गुरुदेव दत्तात्रेय
जय દત્તાત્રેય

જીગરમ જૈગીષ્ય:


No comments:

Post a Comment

શબ્દ રમત રમણે ની રમુજ

મૂળ પ્રાર્થના असतो मा सदगमय ॥  तमसो मा ज्योतिर्गमय ॥  मृत्योर्मामृतम् गमय ॥ સામાન્ય મજાક અન્ન એવો ઓડકાર ખરો, પણ .. દરેક મનુષ્યને પોતાની જ વા...