Thursday, July 29, 2021

શુક્રાચાર્ય અને શુકદેવ ના શુકન

મત્સ્યેન્દ્રનાથ, દુર્યોધન અને કૃષ્ણ, રાવણ ના અંત્ય ને શરૂઆત ના બિંદુ થકી એક વિચાર...

મત્સ્યેન્દ્રનાથ એ નાથ સંપ્રદાયમાં નવનાથ માનાં પ્રથમ સંત હતાં. તેમની ઉચ્ચ કોટિની તપશ્ચર્યાથી ભગવાન દત્તાત્રેય પ્રભાવિત થયા અને મત્સ્યેન્દ્રનાથને પોતાના શિષ્ય બનાવી નાથ સંપ્રદાયની સ્થાપના કરી હતી. 

તેઓને કવિ નારાયણનો અવતાર માનવામાં આવે છે. તેઓ માછલીનાં ઉદરમાંથી પ્રગટ થયા હોવાથી તેઓ અયોનિજન્મ કહેવાય છે, અને તેટલા માટે જ તેનું નામ મત્સ્યેન્દ્રનાથ પડયુ હતું. લોકબોલીમાં તેઓને મચ્છંદરનાથ તરીકે પણ ઓળખાય છે.

ઉઠ મછેન્દર ગોરખ આયા...
ઉક્તિ જગ પ્રસિદ્ધ છે... ગોરખ નું સાચું કહો તો ગોરક્ષ નામ છે...

ગર્ભ જળ ની અગત્યતા લહુબ જ છે મનુષ્ય જીવ માટે...

દુર્યોધન માટે કહેવાય છે કે બે વર્ષ સુધી ગાંધારી ના ગર્ભમાં રહ્યા બાદ યુધિષ્ઠિર જન્મ બાદ અવતર્યો... અને કુરુક્ષેત્ર યુદ્ધ અંતે ભીમે તેની ગડસ્થળ તોડ્યા ત્યારે તે સરોવર માથીજ બહાર આવ્યો હતો.

અહીંધર્મ ના જય માટે ની વાત વિવિધ રીતે રજૂ કરી તો પણ મુખ્ય મુસદ્દો સાંકેતિક જ રાખેલ છે.

રાવણ ને દશગ્રીવા યાની દશદિશા ના જ્ઞાન વાળો ખેલ છે. કૃષ્ણની અષ્ટ પ્રધાન પ્રકૃતિ મા આઠ દિશાના જ્ઞાન થઈ સંકલિત આઠ પત્ની સાથે સંકલે કરેલ છે.

હિરણ્ય ગર્ભ એ સર્વ જાણભેદુ માટે એક વિશિષ્ટ ક્ષેત્રીય પરિસિમિત મર્યાદા મા અન્ડ અને કોશિય જીવ ખિલાવવાની વાતોને ગાઢ ગૂઢ રીતે અકથ્ય રાખનાર સત તત્વ ને મારા પ્રણામ...

શુકદેવજી સાત વર્ષ બાદ ગર્ભ મા થી નીકળી જન્ગલ મા ભાગવા લાગ્યા હતા તેનો મર્મ બાપ તરીકે વ્યાસજી અચૂક ઊંચો જ કરતા હશે પણ વાસ્તવિક જગત તથ્ય ગૂઢ સમજણ થી જોઈએ તો અલગજ છે....

શુક્ર આચાર્ય તરીકે કોઈ દેવ સ્થાપિત નથી કરી શક્યા પણ શુકદેવ જી જનક મહારાજ ને સગુણીત પિતા અવશ્ય બનાવી શક્યા...

પાંડવો મા પણ પરીક્ષિત નહિ પણ ભાગવત મા જન્મેજય ને જ મહત્વ આપેલ છે. સર્પયજ્ઞ ની તે વખતના એના ગુરુ યાજ્ઞવલ્ક્ય જી ને ઘણા ઓછાએ યાદ રાખેલ છે જેમના જ્ઞાન ના વમન અને તૈતરીય ઉપનિષદ ના સુસબંધ વાત ની ચકાસણી દાદમાંગી લે છે.

કોઈ પણ ક્ષેત્રમાં "થ" અને "ઠ" ની વૃત્તિ ઠેઠ થી સમજાવનાર (શરુથી સમજાવનાર) તત્વ ને હૃદય થકીના પ્રણામ...

જય ગુરુદેવ દત્તાત્રેય

જય હિન્દ

જીગરમ જૈગીષ્ય જીગર:

No comments:

Post a Comment

શબ્દ રમત રમણે ની રમુજ

મૂળ પ્રાર્થના असतो मा सदगमय ॥  तमसो मा ज्योतिर्गमय ॥  मृत्योर्मामृतम् गमय ॥ સામાન્ય મજાક અન્ન એવો ઓડકાર ખરો, પણ .. દરેક મનુષ્યને પોતાની જ વા...