મોત ના નનામી પરના પુષ્પો હસતા હતા.
ભારે અચેતન વજન ના દેહ પર રમતા હતા.
60 થી 70 કિલો ના ચાર એવાએ 84 ને વિચાર્યો.
લોકો જૂઠું બોલતા હોય છે કે "સંસ્કૃત નથી આવડતું."
પણ બોલતા તો હોય જ છે...
રામૈ રામૌ... રામૈ રામૌ... રામૈ રામૌ ...
સંસ્કૃત સપ્તમી વિભક્તિ રૂપ ગહન રીતે લોકો વ્યકતે છે જ.
એક કહેવાતા ઘરના વિસામા બાદ શબ વાહીની ની મોટી ઘરરરરરાટી...
સ્મશાન ની નાની ચિતા એ ક્રવ્યાદ ને બોલાવી લીધો.
અને સૂર્ય ના પ્રચંડ પાવક, પવમાન, સ્વધા મા જ સ્વાહા કર્યા પંચમહાભૂતને.
13 કાપા આડા સહસ્ત્રાધાર પાસેના હજી ભુલ્યો પણ નહતો અને તરત નાક પાસે ના ધ્રાણ ના શ્વાસ મા અગમ્ય દસ બીજા શ્વાસ ઉમેરાયા.
ભજન ના શબ્દો માં કોઈ કોઈનું નથી રે વ્યાપક રહ્યું.....
સફેદ અશ્વ અને કાળા અશ્વમાં નો "ર" આયામ ચીર શાંત રીતે અગ્નિ ના વલય માં અતિલય પામ્યો.
જય ગુરૂદેવ દત્તાત્રેય
જય હિન્દ
જીગરમ જૈગીષ્ય જીગર:
No comments:
Post a Comment